પરંતુ સાથે ડેટાની સુરક્ષા સંદર્ભે પણ સતત ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે પાછલાં
ઘણાં વર્ષોમાં અગત્યના ડિજિટલ ડેટાને ચોરવાની અને તેને ઇન્ટરનેશનલ માર્કેટમાં
તેમજ ડાર્કવેબ પર વેચવાની ઘટનાઓ મોટા પ્રમાણમાં બનવા પામી છે. તેમજ રિસર્ચમાં એ
બાબતો પણ સામે આવી છે કે મોટા ભાગે ડેટા વહન દરમ્યાન જ હૅક કરવામાં આવે છે.
અનુક્રમણિકા
આમ અગત્યના ડેટાની ટ્રાન્સફ્ર રૂપી ચિંતાને ઘટાડવા માટે આપણી પાસે ઘણાબધા
સુરક્ષિત વિકલ્પો છે, હવે તે તરફ્ નજર દોડવાની જરૂર છે, સાથે જ ડેટા વહનમાં અને
સંગ્રહમાં સુરક્ષિતતાના સ્તરને ઉમેરવાની પણ ઘણી જરૂર છે.
આપણે આદિકાળથી જ સાદા ડેટાના વહન માટે વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરતા આવ્યા છે, યાદ કરો ખાસ કરીને સ્ત્રીઓ જ્યારે કોઈ અગત્યની વાત પોતાની બહેન, સખી કે મા સાથે કરે ત્યારે ઉપયોગમાં લેવામાં આવતી ‘સ્મ’ ભાષાપ્રયોગ, દેખાય નહીં તેવી શાહીથી કાગળમાં લખવું, બોલવામાં સાંકેતિક શબ્દોનો પ્રયોગ, આદિકાળથી ચાલી આવતો.

લીંબુના રસનો પ્રયોગ, રાજા મહારાજાઓના સમયમાં ગુપ્તચરને ઓળખવા માટે ઉપયોગમાં
લેવાતી ટેટુ પદ્ધતિ, આ તમામ પદ્ધતિઓનો ઉપયોગ ડેટાને સુરક્ષિત રીતે એક જગ્યા પરથી
બીજી જગ્યા પર મોકલવા માટે કરાતો, જેનાથી અગત્યનો સંદેશો અખંડિત રહે તે જ મુખ્ય
ઉદ્દેશ હતો.
ડેટાને સુરક્ષિત રીતે પ્રસારિત કરવાની કળા આદિકાળથી શરૂ થઈ અને તેની આવૃત્તિઓ સતત
બદલાતી રહી, પદ્ધતિઓ સતત બદલાતી રહી, પરંતુ કળા એની એ જ છે.
આજના વિષયનો મુખ્ય ઉદ્દેશ્ય આદિકાળથી ચાલી આવતી ડેટા સુરક્ષા પ્રથાને હવે વ્યાપક રીતે વાપરવાનો અને રોજબરોજના જીવનમાં ઉપયોગમાં લેવાનો સમય પાકી ચૂક્યો છે, કારણ કે સતત કેટલાય સમયથી ડેટાની ચોરી એ વૈશ્વિક સ્તરે માથાના દુખાવાસમાન બની ચૂકી છે. પરિણામે તેની સામે રક્ષણ કરવા માટેની ડેટા સુરક્ષા પદ્ધતિઓ જરૂરી બની ચૂકી છે. આમ તો ડેટા સુરક્ષા માટે ઘણી પદ્ધતિઓ છે, તેમાંથી સૌથી મહત્ત્વની અને આદિકાળથી ચાલતી પદ્ધતિ સ્ટેગનોગ્રાફી આજના સમયમાં ડેટા સુરક્ષા માટે મહત્ત્વની સાબિત થઈ શકે છે.

સ્ટેગનોગ્રાફી એટલે શું?
સ્ટેગનોગ્રાફી એક એવા પ્રકારની કળા તેમજ વિજ્ઞાન છે, જેમાં એક ચોક્કસ પ્રકારના ડિજિટલ સંદેશામાં અન્ય ડિજિટલ સંદેશો એ રીતે મૂકવામાં આવે છે.
જેનાથી મોકલનાર અને મેળવનાર સિવાય કોઈપણ ત્રાહિત વ્યક્તિ ડિજિટલ સંદેશાની અંદર
મૂકવામાં આવેલા અન્ય ડિજિટલ સંદેશાની ભાળ સરળતાથી મેળવી શકતો નથી. વધુમાં જેનાથી
ડેટાના પ્રકારો જેવા કે ટેક્સ્ટ, ઇમેજ, ઓડિયો અને વીડિયો વગેરેને વહન અને સંગ્રહ
દરમ્યાન સુરક્ષિત કરી શકાય છે.
1) ‘સ્ટેગાનો’ જેનો અર્થ ‘ગુપ્તતા’
2) ‘ગ્રાફ્યિા’ જેનો અર્થ ‘લેખન’
આમ, સ્ટેગનોગ્રાફી એટલે લેખનમાં ગુપ્તતા, સ્ટેગનોગ્રાફી એ એક પ્રાચીન પ્રથા છે. જેમાં સામાન્ય સંદેશની અંદર ગુપ્ત સંદેશ છુપાવવાની પ્રથા છે. ખાસ કરીને સંદેશાવ્યવહારને ખાનગી રાખવા માટે હજારો વર્ષોથી વિવિધ સ્વરૂપોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
પ્રાચીન સમયમાં ગ્રીસના લોકો લાકડા પર સંદેશા લખતા હતા અને તેને મીણથી ઢાંકતા હતા, જે સંદેશાને એક પ્રકારનું આવરણ પૂરું પાડતું. આમ, સ્ટેગનોગ્રાફીના ઉપયોગનો સમયગાળો 440 બીસી પૂર્વે પણ કહી શકાય.
સ્ટેગનોગ્રાફી શબ્દ કેવી રીતે બન્યો અને તેનો ઇતિહાસ
સ્ટેગનોગ્રાફી શબ્દ બે ગ્રીક શબ્દો પરથી ઉદ્ભવે છે –1) ‘સ્ટેગાનો’ જેનો અર્થ ‘ગુપ્તતા’
2) ‘ગ્રાફ્યિા’ જેનો અર્થ ‘લેખન’
આમ, સ્ટેગનોગ્રાફી એટલે લેખનમાં ગુપ્તતા, સ્ટેગનોગ્રાફી એ એક પ્રાચીન પ્રથા છે. જેમાં સામાન્ય સંદેશની અંદર ગુપ્ત સંદેશ છુપાવવાની પ્રથા છે. ખાસ કરીને સંદેશાવ્યવહારને ખાનગી રાખવા માટે હજારો વર્ષોથી વિવિધ સ્વરૂપોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
પ્રાચીન સમયમાં ગ્રીસના લોકો લાકડા પર સંદેશા લખતા હતા અને તેને મીણથી ઢાંકતા હતા, જે સંદેશાને એક પ્રકારનું આવરણ પૂરું પાડતું. આમ, સ્ટેગનોગ્રાફીના ઉપયોગનો સમયગાળો 440 બીસી પૂર્વે પણ કહી શકાય.
રોમન લોકો દ્વારા ઇનવિઝિબલ ઈન્ક્સનાં વિવિધ સ્વરૂપોનો ઉપયોગ કરીને સંદેશાઓને
છુપાવવામાં આવતા ને ત્યારબાદ સંદેશાઓને વિઝિબલ કરવા માટે પ્રકાશ અથવા ગરમીનો
ઉપયોગ કરવામાં આવતો હતો, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનોએ માઇક્રોડોટ્સ રજૂ કર્યા
હતા.
જેના દ્વારા તેઓ સંપૂર્ણ દસ્તાવેજો, ચિત્રો અને યોજનાઓને માઇક્રોડોટ્સ કદમાં જ
મોકલતા, માહિતી જોનારને માત્ર નાનાં ટપકાં જ દેખાતાં, પણ હકીકતમાં તે દસ્તાવેજો,
ચિત્રો અને યુદ્ધ યોજનાઓ હતી, એક ‘નલસાઇફ્ર’ જેને છુપાવનાર
સાઇફ્ર(ગુપ્ત માહિતી) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એન્ક્રિપ્શનનું એક પ્રાચીન સ્વરૂપ છે, જ્યાં સાદા લખાણને ગુપ્ત લખાણ સામગ્રીથી ફેરવી દેવામાં આવતું હતું.
સાઇફ્ર(ગુપ્ત માહિતી) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એન્ક્રિપ્શનનું એક પ્રાચીન સ્વરૂપ છે, જ્યાં સાદા લખાણને ગુપ્ત લખાણ સામગ્રીથી ફેરવી દેવામાં આવતું હતું.
આજે તેને સ્ટેગનોગ્રાફીનું એક સરળ સ્વરૂપ માનવામાં આવે છે, જેનો ઉપયોગ મોટા પાયે
ગુપ્ત માહિતીને છુપાવવા માટે પણ થઈ શકે છે. અત્યારના સમયમાં આપણી પાસે ઘણી બધી
આધુનિક સ્ટેગનોગ્રાફ્કિ તકનીકો અને સાધનો છે, જે સુનિિૃત કરે છે કે અગત્યનો ડેટા
ગુપ્ત જ રહે છે. હવે તમે વિચારતા હશો કે શું સ્ટેગનોગ્રાફી એટલે જ
ક્રિપ્ટોગ્રાફી? ના, તે બે અલગ અલગ ખ્યાલો છે.
સ્ટેગનોગ્રાફી અને ક્રિપ્ટોગ્રાફીમાં શું તફવત છે?
સ્ટેગનોગ્રાફી અને ક્રિપ્ટોગ્રાફીના મૂળમાં તૃતીય પક્ષોના સંદેશ અથવા માહિતીનું રક્ષણ કરવાનું છે. આમ તે બંનેનું ધ્યેય લગભગ સમાન છે.
જે તૃતીય પક્ષોના સંદેશ અથવા માહિતીને ચોક્કસ પ્રકારનું સુરક્ષા સ્તર પૂરું પાડે
છે, પરંતુ સ્ટેગનોગ્રાફી અને ક્રિપ્ટોગ્રાફી બંને માહિતીને સુરક્ષિત રાખવા માટે
અલગ-અલગ અલ્ગોરિધમ માળખાનો ઉપયોગ કરે છે.
ક્રિપ્ટોગ્રાફી એન્ક્રિપ્શન કી દ્વારા સાદા લખાણને ગુપ્ત લખાણમાં બદલે છે અને ત્યારબાદ તે ગુપ્ત લખાણ મેળવનારને મોકલી દેવામાં આવે છે.
ક્રિપ્ટોગ્રાફી એન્ક્રિપ્શન કી દ્વારા સાદા લખાણને ગુપ્ત લખાણમાં બદલે છે અને ત્યારબાદ તે ગુપ્ત લખાણ મેળવનારને મોકલી દેવામાં આવે છે.
જે માહિતીને મેળવનાર દ્વારા ડિક્રિપ્શન કી દ્વારા સાદા લખાણમાં ફેરવી વાંચવામાં
આવે છે. તેથી જો કોઈ આ એન્ક્રિપ્ટેડ સંદેશને અટકાવશે, તો તે સરળતાથી ગુપ્ત લખાણને
જોઈ શકશે, પરંતુ ગુપ્ત લખાણને વાંચી ને સમજી શકશે નહીં. બીજી બાજુ સ્ટેગનોગ્રાફી
માહિતીના ફેર્મેટમાં ફેરફર કરતી નથી, પરંતુ તે સંદેશના અસ્તિત્વને જ છુપાવે
છે.
સ્ટેગનોગ્રાફી દ્વારા જે ડેટાને છુપાવવામાં આવે છે તે ક્યારેય પણ સરળ સ્વરૂપે સામે દેખાતો નથી, પરંતુ ક્રિપ્ટોગ્રાફી દ્વારા ફેરબદલ થયેલો ડેટા હંમેશાં પ્રદર્શિત થાય છે, સાથે જ બીજો એક અગત્યનો મુદ્દો એ પણ છે કે સ્ટેગનોગ્રાફી ડેટાને બદલતું નથી, જ્યારે ક્રિપ્ટોગ્રાફી સમગ્ર ડેટાને બદલે છે.
તેથી સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે આપણે ગુપ્ત માહિતી મોકલવી હોય ત્યારે સ્ટેગનોગ્રાફી એ ક્રિપ્ટોગ્રાફી કરતાં વધુ અસરકારક પદ્ધતિ છે.

અત્યારના અને આવનારા સમયમાં સ્ટેગનોગ્રાફીની તાતી જરૂરિયાત કેમ?
અત્યારનો સમય ડિજિટલ યુગ તરીકે જાણીતો બન્યો છે. દરેક દેશના તમામ નાગરિકો એ ડિજિટલ નાગરિક છે, ડિજિટલ નાગરિક માટે હંમેશાં ડેટાનું ઝડપથી વહન અને સુરક્ષા બંને વસ્તુ એ આજના સમયની તાતી જરૂરિયાત છે.
દરેક ડિજિટલ નાગરિક, સંસ્થા, સરકારી કે અર્ધસરકારી કચેરીઓ, બેન્કો, કંપનીઓ અને
દેશની સુરક્ષા સાથે જોડાયેલી સંરક્ષણ સંસ્થાઓ માટે ડેટા સામાન્ય હોય અથવા કોઈ
પ્રસંગોપાત ડેટા હોય તો પણ તે એટલો જ અગત્યનો હોય છે, સાથે જ બેંકની કે શેર
માર્કેટની માહિતી હોય અગત્યના દસ્તાવેજો હોય, પાસવર્ડ અને લોગીન ક્રેડેન્સિયલ
જેવી માહિતી હોય, તેમજ સંરક્ષણ અને સરકારી દસ્તાવેજોને ઓનલાઇન મોકલવાના હોય, એ
સમયગાળા દરમ્યાન મોકલનાર અને મેળવનાર સિવાય ડેટા ત્રાહિત કે અન્ય વ્યક્તિના
હાથમાં જવાની સંભાવનાઓ વધી જાય છે.
ગમે તેટલા નેટવર્કને સુરક્ષિત કર્યા બાદ પણ હેકરોનું જૂથ ડેટા સુધી પોતાની પહોંચ
બનાવી જ લે છે, જે અત્યાર સુધીના સાયબર એટેકમાં જોવા મળ્યું, વધુમાં આ બે બાબતોથી
પણ સ્પષ્ટ થાય છે કે દુશ્મન દેશો માટે આપણો ડેટા કેટલો અગત્યનો છે, થોડાક સમય
પહેલાં ચીન દ્વારા ભારતના દસ હજાર કરતાં વધુ મોટાં માથાંઓના જાસૂસીકાંડ, જે આજના
સમયમાં પણ તે મુદ્દો ગરમ જ છે.
તદુપરાંત અન્ય એક સાઇબર હુમલામાં દેશના સૌથી સુરક્ષિત ઇલેક્ટ્રોનિક ડેટા ભંડાર
ગણાતા એવા નેશનલ ઇન્ફેર્મેટિક્સ સેન્ટરનાં 100 કમ્પ્યૂટર સાઇબર હુમલામાં
અસરગ્રસ્ત થયાં હતાં.
સ્ટેગનોગ્રાફી માટેનાં સૌથી વધુ વપરાતાં સોફ્ટવેર કયાં છે?
સ્ટેગનોગ્રાફી માટે અત્યારના સમયમાં સૌથી વધારે ઉપયોગમાં આવતાં સોફ્ટવેર અનુક્રમે દસ છે –- ઝિઓ સ્ટેગનોગ્રાફી
- સ્ટેગ હાઇડ
- એસ-ટૂલ્સ
- ઇન્વિઝિબલ સિક્રેટ્સ 4
- સ્નો
- હાઇડ એન્ડ સેન્ડ
- બ્લાઇન્ડ સાઈડ
- ઇમેજ -સ્ટેગનોગ્રાફી
- કેમોઉફ્લેગ
- સ્ટેગનોગ્રાફી – (ટેક્સ્ટને ઇમેજમાં છુપાવો)