WhatsApp પર હવે કોઈ સ્ક્રિન શોટ લેશે તો પણ આવી જશે ખ્યાલ ?

detect-screenshots-in-whatsapp
  • વોટ્સએપ લોકોની સુરક્ષાને લઈને લાવ્યું નવી સુવિધા
  • કોઈપણ યૂઝર્સ હવે ભૂલથી પણ જાસૂસી નહી કરી શકે ?
  • કંપનીના નવા અપડેટ્સમાં નવા ફીચર્સ ખુબ જ ઉપયોગી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન WhatsAppને કોઈ પરિચયની જરૂર નથી. વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપમાંની એક છે. 

WhatsApp છેલ્લા કેટલાક મહિનાઓથી તેની એપમાં નવા ફેરફારો લાવી રહ્યું છે. નવા અપડેટ્સ રિલીઝ થઈ રહ્યા છે અને યુઝર્સને નવા ફીચર્સ પણ આપવામાં આવી રહ્યા છે. 

તાજેતરમાં એવું જાણવા મળ્યું હતું કે WhatsApp પર મેસેજ જોઈને આવતી ‘બ્લુ ટિક’થી હવે તે પણ ખબર પડી જશે કે સામેની વ્યક્તિએ સ્ક્રીનશોટ લીધો છે કે નહીં. ચાલો જાણીએ આ સમાચારમાં કેટલી સત્યતા છે.

ટિક દ્વારા જાણી શકાશે સ્ક્રિન શોટ લીધો છે કે નહીં

છેલ્લા કેટલાક મહિનામાં WhatsApp તેના યુઝર્સ માટે ઘણા નવા ફીચર્સ બહાર પાડ્યા છે અને બીજા ઘણા કરી શકે છે. આ ફીચર્સ વિશે ઘણા સમાચારો બજારમાં ઉડતા રહે છે. 

તાજેતરમાં એવું જાણવા મળ્યું હતું કે WhatsApp તેના યુઝર્સને મેસેજ જોવા માટે બે બ્લુ ટિક સાથે બીજી નવી બ્લુ ટિક આપી શકે છે. જેનાથી જાણી શકાશે કે સામેની વ્યક્તિએ ચેટનો સ્ક્રીનશોટ લીધો છે કે નહીં. આ ફીચર વિશે જાણીને લોકો ચોંકી ગયા હતા. ચાલો જાણીએ કે આવી સુવિધા ખરેખર આવી રહી છે કે અફવા છે.

વોટ્સએપ દ્વારા આ વાતની લઈને કરાઈ ચોખવટ

જો તમે આ ફીચર વિશે સાંભળીને પરેશાન થઈ રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે આ એક અફવા છે અને હાલમાં WhatsApp આવું કોઈ ફીચર લાવી રહ્યું નથી. 

આ સમાચાર કોણે ફેલાવ્યા છે તે જાણી શકાયું નથી, પરંતુ WABetaInfo એ ચોક્કસપણે સ્પષ્ટ કર્યું છે કે આ એક ખોટા સમાચાર છે અને WhatsApp આવનારા સમયમાં આવું કોઈ ફીચર લાવી રહ્યું નથી.

કંપની હાલમાં ‘બ્લુ ટિક’ પર કરી રહી છે કામ

તમે કદાચ જાણતા હશો કે, હાલમાં WhatsApp ચેટમાં દેખાતી બ્લુ ટિકથી જાણી શકાય છે કે સામેની વ્યક્તિએ તમારા મેસેજ જોયા છે કે નહીં. 

જો તમે કોઈને મેસેજ મોકલેલ હોય અને મેસેજની બાજુમાં સિંગલ ટિક હોય, તો તેનો અર્થ એ છે કે તેનું ઈન્ટરનેટ કનેક્શન બંધ છે અને મેસેજ ડિલિવર થયો નથી. ડબલ ટિકનો અર્થ છે કે સંદેશ સામેની વ્યક્તિ સુધી પહોંચ્યો છે અને જો ટિક વાદળી થઈ જાય છે, તો તેનો અર્થ છે કે સંદેશ જોવામાં આવ્યો છે. 

જો યુઝર્સ ઇચ્છે તો, તેઓ પ્રાઇવસી સેટિંગ્સ હેઠળ બ્લુ ટિક એટલે કે રીડિંગ રિસીપ્ટ્સને પણ બંધ કરી શકે છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષમાં વોટ્સએપે પોતાના યુઝર્સને View One, Disappearing Message અને WhatsApp Pay જેવા ઘણા નવા ફીચર્સ આપ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો